વાંકાનેર તાલુકાના જામસર અને ગાંગીયાવદર ગામે તાલુકા પોલીસના બે અલગ અલગ જુગારના દરોડામાં કુલ 14 જુગારીઓ જાહેરમાં જુગાર રમતા ઝડપાયા હતા જેથી પોલીસે તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના જામસર ગામે કોઈ શખ્સો રામાપીરના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં પ્રવીણભાઈ જીવાભાઈ ઈન્દરીયા, પ્રવીણભાઈ જશરાજભાઈ દેકાવાડીયા, વિનુભાઈ બચુભાઈ દતેસરીયા અને ભરતભાઈ સગ્રામભાઈ કટોણા એમ કુલ ચાર શખ્સો જુગાર રમતા રોકડ રકમ રૂ. 12,500 સાથે ઝડપાયા હતા…

બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે ચોરાવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા ૧). હરેશભાઈ ત્રીકમભાઈ ડાભી, ૨) હરજીભાઈ જીણાભાઈખમાણી, ૩) રસિકભાઈ લવજીભાઈ ધરજીયા, ૪) ભીખાભાઈ નાથાભાઈ ધરજીયા, ૫) રાજેશભાઈ ધરમશીભાઈ ધરજીયા, ૬) શાંતિલાલ હેમુભાઈ ધરજીયા, ૭) પરબતભાઈ ભલાભાઇ ધરજીયા, ૮) વિનુ દભાઈ સુરાભાઈ ધરજીયા, ૯) મુકેશભાઈ લધરાભાઈ ધરજીયા અને ૧૦) દિનેશભાઈ છનાભાઈ ધોળીયા (રહે. તમામ ગાંગીયાવદર)ને વાંકાનેર તાલુકા પોલીસે જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ રૂ. 10,400 સાથે ઝડપી લીધા હતા.

ઉપરોક્ત બંને બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કુલ 14 શખ્સોને જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. એ. જાડેજા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા, કો. સંજયસિંહ જાડેજા અને અકિલભાઈ બાંભણીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

 

error: Content is protected !!