ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ. 12.85 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરતી મોરબી એલસીબી ટીમ, ફરિયાદી ડોક્ટરનો સાળો અને તેનો મિત્ર જ નિકળ્યો ચોર…

વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને હોસ્પિટલમાં જ ત્રીજા માળે રહેતા ડો. સાજીદ પાસલીયાના મકાનમાં રવિવારે સાંજના સમયે રૂ. 13 લાખની રોકડ રકમની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો જે બનાવનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી મોરબી એલસીબી ટીમે બે આરોપીઓની રૂ. 12.85 લાખની રોકડ રકમ સાથે ધરપકડ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 08/08 ના રોજ વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ત્રીજા માળ ખાતે રહેતા ડો. સાજીદ પાસલીયાના મકાનમાં રૂ. 13 લાખની રોકડ રકમની ચોરી થઇ હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં મોરબી એલસીબી ટીમ તપાસ ચલાવી રહી હોય જે દરમિયાન પોલીસ ટીમની તપાસમાં જાણવા મળેલ કે આ ચોરી ફરિયાદીના સાળાએ કરેલ હોય જેથી પોલીસે ફરિયાદીના સાળા અવેશ ઈકબાલભાઈ કોતલ(ઉ.વ. ૩૧, રહે. સાબરીન સોસાયટી, અગ્રાવત હોસ્પિટલ પાસે, અકશા પેલેસ, બ્લોક નં. ૧૦૩, જુનાગઢ) અને તેના સહયોગ સાકીરભાઈ કાદરભાઈ દુરવેશ (ઉ.વ. ૩૪, રહે. મેમણવાડા, જુનાગઢ)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત આપી હતી…

આ બનાવમાં ઝડપાયેલા બંને આરોપીઓએ પોલીસની પુછતાછમાં ગુનાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે આરોપી અવેશ ફરિયાદી ડોક્ટરનો સાળો હોય અને પોતે ખાનગી શાળાનું વાહન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હોય પરંતુ છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉનના કારણે કામધંધો બંધ હોય જેથી તેણે જીવનનિર્વાહ માટે પર્સનલ લોન લીધેલ હોય જેના હપ્તા નહિં ભરાતા તેના બનેવીના ઘરે રોકડ રકમ પડેલ હોવાની માહિતીના આધારે તેના મિત્ર સાકીર સાથે મળી બનેવી ડો. સાજીદ પાસલીયાના મકાનની રેકી કરી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો જે બાદ ચોરીની રકમને વાંકાનેર મચ્છુ નદીના પટમાં દાટી સંતાડી દીધા હતા. જેથી પોલીસે બંને આરોપીઓ સાથે ચોરીની રકમ રૂ. 12,85,000 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પીઆઇ વી. બી. જાડેજા, પીએસઆઇ એન. બી. ડાભી તથા એ. ડી. જાડેજા, એએસઆઈ સંજયભાઈ પટેલ, રજનીકાંત કૈલા, હેડ. કો. ચંદુભાઈ કણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા, કો. વિક્રમભાઈ કુગસીયા, નિર્મળસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઈ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

 

error: Content is protected !!