સમગ્ર ગુજરાતમાં ફર્ટીલાઈઝર ઉત્પાદન ક્ષેત્રે નામાંકિત એવી વાંકાનેરની ગુજરાત અકસા ફર્ટીલાઈઝર કંપનીને સમગ્ર ગુજરાતમાં ફર્ટીલાઈઝર ઉત્પાદન કરતી તમામ કંપનીઓમાંથી સર્વશ્રેષ્ઠ ફર્ટીલાઈઝર ઉત્પાદન કરવા બદલ ‘ બેસ્ટ ક્વોલિટી પર્ફોર્મન્સ ‘ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે બાબત સમગ્ર વાંકાનેર માટે ગૌરવંતી ગણી શકાય છે.‌..

અમદાવાદ ખાતે યોજાયેલ 10માં ક્વોલિટી માર્ક એવોર્ડ-2021 સમારોહ અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી અલગ-અલગ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદન કરતી તમામ કંપનીઓને એવોર્ડ અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં ફર્ટીલાઈઝર ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નામાંકિત વાંકાનેરની ગુજરાત અકસા ફર્ટીલાઈઝર કંપનીને ‘ બેસ્ટ ક્વોલિટી પર્ફોર્મન્સ એવોર્ડ ઓફ ધ યર ‘ એનાયત કરવામાં આવ્યો હતો….

વાંકાનેર જેવા નાના સેન્ટરમાંથી કંપનીની શરૂઆત કરી અને આજે સમગ્ર ગુજરાતની તમામ મોટી હરોળની કંપનીઓને હંફાવી સર્વશ્રેષ્ઠ ફર્ટીલાઈઝર ઉત્પાદન બદલ ગુજરાતભરમાંથી તેમની પસંદગી થવા બદલ કંપનીના ઓનર સલીમભાઈ બાદી અને ઈસ્માઈલભાઈ માથકીયાએ તમામ સહયોગી અને શુભેચ્છકોનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો…

સમગ્ર ગુજરાતમાંથી તમામ નામાંકિત અને મોટી હરોળની કંપનીઓને હંફાવી આ નામાંકિત એવોર્ડ મેળવનાર વાંકાનેરની ગુજરાત અકસા ફર્ટીલાઈઝર કંપનીએ વાંકાનેર વિસ્તારને ગુજરાતભરમાં ગૌરવ પ્રદાન કર્યું હોય જેથી આ તકે કંપની પર તેની સિદ્ધિ બદલ અભિનંદન અને શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ગુજરાત અકસા ફર્ટીલાઈઝર કંપનીને આ તકે ખુબ ખુબ શુભકામનાઓ…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

 

error: Content is protected !!