કેરાળા ગામના બોર્ડ પાસે હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, પેસેન્જર રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત, એક ૧૪ વર્ષીય યુવતી અને આધેડ ગંભીર ઈજાગ્રસ્ત….
વાંકાનેર શહેર નજીક હાઇવે પર કેરાળા ગામના બોર્ડ પાસે એક પેસેન્જર સીએનજી રિક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા સવાર વાંકાનેર તાલુકાના મહિકા ગામના આધેડ વયની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે આ અકસ્માતના બનાવમાં ગારીડા ગામના આધેડ અને એક 14 વર્ષીય બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે આજે બપોરના સમયે સીએનજી પેસેન્જર રિક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં બેસેલ વાંકાનેર તાલુકાના મહિકા ગામના 55 વર્ષીય મહિલા ધનીબેન અનુભાઈ કલાડીયા નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે આ અકસ્માતમાં ગારીડા ગામના 32 વર્ષીય યુવાન અનીલભાઈ પરષોત્તમભાઈ મઢવી અને અન્ય એક 14 વર્ષીય બાળકીને ગંભીર રીતે ઈજા પહોંચી હતી…
અકસ્માતના બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાન અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઘટનાની જાણ થતાં વાંકાનેર પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે…
આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN