વાંકાનેર શહેરથી બોકડથંભા ગામ તરફ જતા રોડ પર ત્રણ દિવસ અગાઉ કોઈ ડમ્પર ચાલકે રોડ વચ્ચે પથ્થરનો ઢગલો કરી દેતા આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ બાબતે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા પગલાં ભરી રોડ વચ્ચે રહેલ પથ્થરનો ઢગલો દુર કરી નિયમોને નેવે મુકી વાહન ચલાવતા આવા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવે તેવી લોક માંગ ઉઠી છે….
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરથી બોકડથભા તરફ જતા રોડ પર કોઈ ડમ્પર ચાલકે ગંભીર બેદરકારી દાખવી ત્રણ દિવસ પહેલા આ રોડની વચ્ચોવચ્ચ નાના-મોટા પથ્થરોનો મોટો ઢગલો ખડકી દીધો છે. જેના કારણે અડધો માર્ગ બંધ થઈ જવાથી આ રોડ પર અવરજવર કરતા વાહનો ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે અને અકસ્માતનો પણ ભય રહે છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, હેવી વાહનોમાં ઓવરલોડ માલ ભરેલો હોય છે ત્યારે રસ્તામાં કદાચ કાયદાની નજરથી બચવા આવા હેવી વાહન ચાલકો ગમે ત્યાં રોડ ઉપર માલ ઠાલવી દેતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આવી જોખમી બેદરકારી દાખવતા હેવી વાહન ચાલકોને સંબધિત તંત્ર કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN