કોરોના કાળ દરમ્યાન શ્રેષ્ઠ સેવા પ્રદાન કરનારી સમગ્ર મોરબી જીલ્લાની સંસ્થાઓ અને સેવા ભાવિઓનો મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેરનાં શ્રેષ્ઠ સેવાભાવીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું….
વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં કોરોનાથી અનેક લોકોનાં મૃત્યુ થઈ રહ્યા હતાં, ઓક્સિજન માટે લોકો ચારે બાજુ રઝળપાટ કરી રહ્યા હતાં, સિવિલ હોસ્પિટલમાં જગ્યા ન હતી, ખાનગી હોસ્પિટલ મોટા ભાગની બંધ હતી તેવા કપરા સમયે લોકોને કોરોના સારવાર માટે ક્યાં જવું તે સૂઝતું ન હતું તેવા સમયે વાંકાનેરનાં અગ્રણી ઉદ્યોગપતિ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર) લોકોની મદદ માટે આગળ આવ્યાં હતાં
અને ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સંયુક્ત ઉપક્રમે વેદમાતા ગાયત્રી કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો હતો જ્યાં અનેક દર્દીઓની નિઃશુલ્ક સારવાર – દવા આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોને રાહત થવા પામી હતી ત્યારે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ યોજાયેલ સન્માન કાર્યક્રમમાં વાંકાનેરમાં યશસ્વી સેવા કરનાર પ્રગ્નેશભાઈ પટેલ, હિરેનભાઈ પારેખને સન્માન પત્ર અર્પણ કરી અદકેરું સન્માન જિલ્લા કલેકટર હસ્તે કરવામાં આવ્યું હતું….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN