વાંકાનેર તાલુકાના અદેપર ગામેથી જાહેરમાં જુગાર રમાતા ચ ર શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે આવેલ ખોડીયાર માતાજી મંદિર પાસે જુગારનો દરોડો પાડી જુગાર રમતા દુદાભાઈ જીવાભાઈ ડાભી (રહે. અદેપર), વનાભાઈ ગેલાભાઈ મેર (રહે સતાપર),
અજયભાઈ ઉર્ફે બકરી નાથાભાઈ રોજાસરા (રહે અદેપર) અને સંજય ઉર્ફે દલો નરશીભાઈ મકવાણા (રહે નાળીયેરી તા. ચોટીલા)ને રોકડ રકમ રૂ 5,200 સાથે જુગાર રમતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly