વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક રોડ પર પુર ઝડપે પસાર થતા એક ટ્રેક્ટર ચાલકે રોડ પર બમ્પ આવતા જોરદાર બ્રેક મારતા ટ્રેક્ટરમાં બેસેલ યુવાનને બેલેન્સ ગુમાવી પડી જતા ગંભીર ઈજા થતા યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ ખાતે રહેતા બચુભાઈ રામશીભાઈ ધેણોજાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ટ્રેક્ટર નં. GJ 36 L 9576ના ચાલક હિતેન્દ્ર પ્રવીણભાઈ જાદવ તેનું ટ્રેક્ટર પુર ઝડપે ગફલતભરી રીતે વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના સર્વિસ રોડ પર પસાર થઈ રહ્યો હોય જેમાં ટ્રેક્ટર ચાલકે રોડ પર બમ્પ આવતા અચાનક જોરદાર બ્રેક મારતાં ટ્રેક્ટરના પંખા પર બેઠેલ ફરિયાદીના દીકરા ભરત બચુભાઈ ધેણોજા ટ્રેક્ટરમાંથી પડી જતા ગયો હતો…

ટ્રેક્ટર માંથી પડી જતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગંભીર ઈજાને કારણે યુવાનનું મોત થયું હતું. જેથી આ બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરીયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!