ચક્રવાત ન્યુઝ દ્વારા આજે આમ નાગરિકો અને ખેડૂતોના વિશાળ હિતમાં ઘઉંમાં થતી બેફામ નફાખોરી બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં જેથી આ મુદ્દે યોગ્ય રજુઆત બદલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલએહમદ પીરઝાદા દ્વારા ચક્રવાત ન્યુઝનો આભાર માની બાબતે તાત્કાલિક ઘટતું કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે…
બાબતે વાંકાનેર યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ વધુમાં જણાવ્યું હતું કે પાછલા 6 મહિના કરતા વધુ સમયથી દિલ્હી બોર્ડર પર ખેડૂતો કેન્દ્ર સરકારે ખેડૂતો પર થોપી દેવાયેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. તેમની મુખ્ય માંગણી MSP (Minimum Support Price) એટલે કે ટેકાના ભાવની ગેરેન્ટી પણ છે. ખેડૂતોના આ આંદોલનના સમર્થનમાં વાંકાનેર માર્કેટ યાર્ડ 2 વખત બંધ પણ રાખવામાં આવ્યુ હતુ. જેમાં આ વર્ષે સરકારે જાહેર કરેલા ઘઉંના ટેકાના ભાવ ₹395 પ્રતિ મણ છે. પરંતુ સરકાર હાલ MSPની ગેરંટી સાથે અલ્પ માત્રામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરતી હોય જેની સીધી નુકસાની ખેડૂતો અને આમ નાગરિકોને થઈ રહી છે…
સરકારે ઘઉં માટે ટેકાના ભાવ રૂ. 395 પ્રતિ રાખેલ હોય છતાં ખેડૂતોને પોતાના ઘઉં બજારમાં રૂ. 320-360 પ્રતિ મણના ભાવે વેંચવા પડે છે જ્યારે સામે બજારમાં આમ નાગરિકોને ઘઉં રૂ. 400-450 પ્રતિ મણે લેવા પડે છે જેનો સીધો લાભ વચેટિયાઓને અને નુકસાની ખેડૂતો અને આમ નાગરિકોને થઈ રહી છે. જેથી આ બાબતે સરકારે કાયદો બનાવવો જોઈએ કે આ ટેકાના ભાવથી ઓછા ભાવે ખેડૂતનો માલ વેપારી ખરીદી શકે નહીં. પરંતુ ભાજપ સરકાર ખેડૂતોને ટેકાના ભાવની ગેરેન્ટી આપવા માંગતી નથી. જેના કારણે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે…
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા આજે ખેડૂતો અને આમ નાગરિકોના હિતમાં જે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કર્યા તે અભિનંદનને પાત્ર છે. ભાજપ સરકારની નિષ્ફળતા અને ખેડૂત વિરોધી નિતીના કારણે વાંકાનેર સહિત ગુજરાત ભરના તમામ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના ઘઉં ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે વેચાઈ રહ્યા છે, ખેડૂતો લૂંટાઈ રહ્યા છે. જેની સામે યાર્ડ સંચાલકો સરકારી કાયદાના અભાવે લાચાર છે.
ઊપરાંત પ્રોસેસડૅ એટલે કે ચારણો મારેલા ઘઉંના ભાવ નિયંત્રણ પણ સરકારના હાથમાં હોય અને ભાજપ સરકારને આ બાબતમાં કોઈજ રસ હોય એવુ લાગતુ નથી. જેના કારણે ખેડૂતોની સાથોસાથ સામાન્ય નાગરિકો પણ લૂંટાઈ રહ્યા છે. જેથી આ બાબતે સરકાર તાત્કાલિક MSP ની ગેરંટી આપી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેત પાકોની ખરીદી કરે તેવી માંગ કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly