વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એકઝીમીયસ ડીસ્પોઝલ નામના કારખાનામાં બે બાળ શ્રમિકોને કામે રાખીને ફેક્ટરી સંચાલકો તેમની પાસે બાળ મજૂરી કરાવાતા હોવાનું શ્રમ અયોગ વિભાગની તપાસમાં બહાર આવતા આ મામલે ફેકટરીના સંચાલક સામે બે બાળકોને મજૂરી કામે રાખવા સબબ ચાઇલ્ડ ઓફીસરે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી મોરબીના ચાઇલ્ડ ઓફીસર મેહુલભાઇ એમ. હીરાણીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એકઝીમીયસ ડીસ્પોઝલ કારખાનાના સંચાલક અપુર્વભાઇ મહેન્દ્રભાઇ ઝાલાવડીયા (રહે. રાજકોટ) પોતાના જોખમી વ્યવસાયની યાદીમાં આવતા એકઝીમીયસ ડીસ્પોઝલ કારખાનામાં 18 વર્ષથી ઓછી ઉંમરના બે બાળકો પાસેથી મજુરી કામ કરાવતા મળી આવ્યા હતા.
જેથી આ બાબતે શ્રમ અયોગ વિભાગે તપાસ કરી અને ઉપરોક્ત ફેક્ટરીમાંથી 18 વર્ષથી ઓછી વયના બે બાળકો મજુરી કામમાંથી મુક્ત કરાવી આ બાબતે ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે ફેક્ટરી સંચાલક ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly