વાંકાનેર શહેરના નાગરિકો છેલ્લા અઢી માસથી ડહોળા, દુષિત, અશુદ્ધ અને અનિયમિત પાણી વિતરણથી કંટાળી ગયા છે ત્યારે આ બાબતે વધુ એક ઝટકા સ્વરૂપે ત્રણ દિવસ પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું….
વાંકાનેર શહેરના નાગરિકોને છેલ્લા અઢી માસથી અપાતું પીવાનું પાણી ડહોળું, દૂષિત અને અનિયમિત હોવાથી તમામ નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ત્યારે વધુ એક ઝટકો મચ્છુ-1 ડેમ ખાતે એરોડ્રામના કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીનથી ખોદાણ વખતે પાણીની પાઇપલાઇન તોડી નંખાતા વાંકાનેર શહેરને વધુ ત્રણ દિવસ પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું છે…
અનિયમિત અને પાલિકા તંત્રની મરજી મુજબ થતાં પાણી વિતરણ બાબતે વાંકાનેર શહેરના નાગરિકોની સહનશક્તિની હદ આવી ગઈ છે. લાંબા સમયથી સામાન્ય ફોલ્ટ અને મોટર બળી જવાના પ્રશ્ને શહેરના નાગરિકોને અનેક વખત પાણી વિતરણથી વંચિત રાખવામાં આવે છે જેનો સીધો ભોગ વાંકાનેરના ગરીબ અને સામાન્ય નાગરિકો બની રહ્યા છે. પાણી સપ્લાય બંધ થાય ત્યારે ગરીબ-સામાન્ય નાગરિકોને પાણી વેચાતું લેવું પડે છે, જ્યારે શ્રીમંત પરિવારો પોતાના રહેણાંક મકાનોમાં બોરની સુવિધા રાખતા હોવાથી તેઓને પાણીનો પ્રશ્ન સમજાતો નથી…
પાણી વગર સર્જાતી સમસ્યા અનુભવાતી ન હોવાથી ‘આપ સુખી તો જગ સુખી’ કહેવત પાલિકા તંત્રના જવાબદાર શાસકો અને અધિકારીઓ દ્વારા સાર્થક કરવામાં આવી રહી છે. વાંકાનેર નગરપાલિકા તંત્ર દ્વારા પિવાવા પાણી પ્રશ્ને સર્જાતી સમસ્યા બાબતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવતી ન હોવાથી આવા પ્રશ્નો ઉભા થાય છે…
સમયે સમયે મોટર બળી જાય એટલે વાંકાનેર શહેરને પાંચ દિવસ પાણી વિતરણ બંધ કરાઇ, તો આ પ્રશ્ને તંત્રને સ્પેર મોટર રાખવામાં ક્યાં ગ્રહો નડી રહ્યા છે ? પાણીની પાઈપલાઈન તુટે તો તેને રિપેર કરવા માટે જરૂરી જોઈન્ટ વાઇસરો સ્પેરમા કેમ નથી રખાતા ? ટીસી કે કેબલમાં ફોલ્ટ સર્જાય તો તેનું તાત્કાલિક મરામત કરવા માટે જરૂરી વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી ? તંત્રના જવાબદાર શાસકો અને અધિકારીઓ દ્વારા ‘ હોતી હે, ચાલતી હે ‘ કેમ કરાઇ છે. શહેરને પાંચ-સાત દિવસ પાણી ન મળે તો શું ફેર પડે ? તેવું વિચારી પાલિકા તંત્ર દ્વારા બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. વર્ષોથી આ જ સિસ્ટમ મુજબ કામ કરવામાં આવે છે જેમાં આજ સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી…
હવે વાત કરી આજે સર્જાયેલી સમસ્યાની તો મચ્છુ 1 ડેમ ખાતે આવેલ પંમ્પ હાઉસની બાજુમાંથી પસાર થતી, વાંકાનેર શહેરને અપાતા પીવાના પાણીની પાઈપલાઈન નજીક બનતું એરોડ્રામ ખાતે પાણીની વ્યવસ્થા બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા ગટર ખોદવાના કામ દરમિયાન જેસીબી મશીન દ્વારા પાઇપલાઇન તોડી નાખવામાં આવતા થોડીવાર માટે હંગામો થયો બાકી જૈસે થે. તુટેલી પાઇપલાઇનને રિપેર કરવા જોઈન્ટ અને વાઇસરો અમદાવાદ ખાતેથી મંગાવાયા, ત્યાંથી ક્યારે આવશે ? ક્યારે કામ થશે ? તે પ્રશ્ન પણ પડતર. શું ત્રણ દિવસ પાણી વિતરણ બંધ રહેવાથી જાહેરાત કર્યા બાદ વાંકાનેર શહેરને પાણી મળતું થશે ખરું ? અત્યારે સુધીના રેકોર્ડમાં ક્યારે પણ પાલિકા તંત્ર દ્વારા ટાઈમ લીમીટમાં કામ પુરુ કરાયું નથી તો શું હવે થશે ખરૂ ???
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly