વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં રહેતા એક 45 વર્ષીય પુરૂષે બીમારીથી કંટાળીને પોતાના ઘર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં શારદા સ્કુલ વાળી શેરીમાં રહેતા વિનોદભાઈ જેરામભાઈ દાદલ (ઉ.વ. 45) એ પોતાના ઘર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી….

બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવક છેલ્લા ઘણા સમયથી બીમારી હોય જેનાથી કંટાળીને તેણે આ અંતિમ પગલું ભરી પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!