વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર થોડા દિવસો પહેલા એક ડબલ સવારી બાઇક અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં મૃતક યુવાનના બનેવીએ બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જનાર બોલેરો ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી માંગીલાલ મન્નાલાલ ગાયરી (ઉ.વ. 32)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 17 ના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં તેનો સાળો પ્રમોદસિંઘ અને મહેશ શર્મા બાઇક લઇને સરતાનપર રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક બોલેરો નં. GJ 36 T 8399 ના ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રમોદસિંઘના માથા પરથી બોલેરોનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતુ…
આ અકસ્માતમાં બાઇકમાં બેઠેલા મહેશ શર્મા નામના યુવાનને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની ફરિયાદ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસે બોલેરો ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly