વાંકાનેર તાલુકાના વડસર ગામ નજીક શનિવારે સાંજના સમયે એક ઇકો કાર અને કિયા કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણને ઈજા પહોંચી હતી જે બનાવમાં બેફિકરાઈથી કાર ચલાવનાર કિયા કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલના રહેવાસી નાનજીભાઈ સવસીભાઈ વાઘેલાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ વાંકાનેર-જડેશ્વર રોડ પર આવેલા વડસર દરગાહ પાસેથી પોતાની ઇકો કાર નંબર GJ 10 DE 3386 લઈને પસાર થઈ રહ્યા હોય ત્યારે સામેથી આવતી કિયા કાર GJ 36 R 3802 ના ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવતા ફરિયાદીની ઇકો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો,
જે અકસ્માતના બનાવમાં ઇકો કારના ડ્રાઈવર રાજેશભાઈ બોરીચા અને જીલુબેનને તેમજ અન્યને ઈજા પહોંચી હતી્ જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly