વાંકાનેર તાલુકા ભલગામ નજીક તુલશી હોટલની સામે ગત તા. 26/03/2021ના રોજ એક યુવાનની કોઈ અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર માથાના પાછળના ભાગે સખત અને બોથડ પદાર્થના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં પોલીસની તપાસમાં સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસે આ શકમંદ ઈસમની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે…

આ બનાવમાં પોલીસ તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. ફુટેજ આધારે જાણવા મળ્યું છે કે ફોટામાં દેખાતો શકમંદ ઇસમ બનાવના સમય પહેલા મૃતકની સાથે જોવા મળેલ છે અને શકમંદ ઇસમ કેસરી કલરની સાયકલ સાથે આંણદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તરફથી આવેલ છે અને શકમંદ ઇસમ જે સાયકલ લઇને આવેલ હતો, તે સાયકલ બનાવ સ્થળ નજીકથી મળી આવેલ છે…

જેથી, આ શકમંદ ઇસમની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે. જેથી આ ઇસમ કોઇપણ વિસ્તારમાં જોવા મળે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન (02828 220665 / 82005 34834 અથવા પોલીસ સબ ઇન્સપેક્ટર આર. પી. જાડેજા (99090 01102)નો સંપર્ક કરી માહિતી આપવા પોલીસ મથક દ્વારા અપીલ કરવામાં આવે છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!