વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બીજાની જમીન પચાવી પાડનાર શખ્સ સામે નવા કાયદા મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં એક વાંકાનેરના પલાસડી ગામે આવેલ એક વૃદ્ધાની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી વાવેતર કરવામાં સામે વાંકાનેર પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે….
બનાવની પ્રાપ્ત મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના નવા વિસ્તારોમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા જશુબેન દેવજીભાઈ ટીડાણી (ઉ.વ. 58)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની વાંકાનેર તાલુકાના પલાસડી ગામે આવેલ સર્વે નંબર 102/3 પૈકી 1 વાળી જમીન ઉપર 61 ચો.મી.માં જમીન પચાવી પાડવા માટે ધરમશીભાઈ કાનાભાઈ પીપળીયા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરી અને તેમની માલિકીની જમીનમાં વાવેતર કરવામાં આવ્યુ છે….
જેથી આ બાબતે ફરિયાદીએ દબાણ કરનાર આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly