વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી એક શખ્સ અપહરણ કરી ફરાર થઇ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે વાંકાનેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી દીનેશ ખીમાભાઇ સોઢા નામનો શખ્સ ગત તા. ૮ મેના રોજ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. જેથી આ બનાવની સગીરાના પિતાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર શહેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપી સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ વાંકાનેર શહેર પીઆઇ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly