વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા નજીક એક ટ્રક ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવી ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક અને પાછળ બેસેલા શખ્સને ઇજા પહોંચી હતી જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જે બાદ ઇજાગ્રસ્તે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના શકતીપરા વિસ્તારમાં રહેતા મામદભાઈ જુમાભાઈ સંધિ (ઉ.વ. 70) પોતે ઝાલાભાઇ ટપુભાઈ સરૈયા સાથે તેમના બાઇક નં. GJ 3 AP 5149 પર વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતા હોય ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રક નં. UP 78 FN 2525 ના ચાલકે તેમના ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઝાલાભાઇ અને મામદભાઇને માથાં, કપાળ અને શરીરના ભાગે ઇજાઓ થઇ હતી જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….
અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાના હવાલ વાળો ટ્રક સ્થળ ઉપર છોડીને નાસી છૂટ્યો હતો જેથી ઇજાગ્રસ્ત મામદભાઇએ વાંકાનેર સીટી પોલીસમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f