ભારે પવન સાથે વરસાદથી જીલ્લામાં વીજપોલ ધરાશાઇ થતાં વીજ પુરવઠાને આંશીક અસર : તંત્રની સજ્જતા અને વાવાઝોડાની અસર અંદાજ કરતાં ઓછી રહેતા નુકસાન પણ નહિવત…
ગુજરાતમાં આજે તાઉ’તે વાવાઝોડાની સંભાવનાને પગલે તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું જેમાં મોરબી જીલ્લામાં વાવાઝોડાની અસર નહીંવત જોવા મળી હતી. ગત રાત્રે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થયો હતો. જોકે વાવાઝોડું જમીન પર ટકરાયા બાદ આગળ વધતા દિશામાં બદલાવ આવતા મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી હતી. તેમ છતાં મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ આવવાથી વૃક્ષો, કાચા બાંધકામો સહિત છુંટુ છવાયું નુકસાન થવા પામ્યું છે…
મોરબી જીલ્લામાં તંત્રના ચોપડે ચડેલ નુકસાનનું સરવૈયું….
ભારે પવનના કારણે મોરબી તાલુકામાં 32 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાંથી 17 જેટલા ગામોમાં તાત્કાલીક વીજ પુરવઠો પુર્વરત કરી દેવાયો હતો જ્યારે અન્ય ગામોમાં વીજ પુરવઠો યથાવત કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. મોરબી શહેરી વિસ્તારની વાત કરીએ તો વાવાઝોડાની અસરના લીધે એક પણ વીજપોલને નુકસાન, રસ્તા બંધ થવા, ઇમારત, વૃક્ષો પડવા, કાચા-પાકા મકાન કે ઝુપડાને નુકસાન નહોતું થયું. મોરબી તાલુકામાં ૩ વૃક્ષો પડી ગયા હતા. મોરબી નગરપાલિકા વિસ્તારમાં 2 આશ્રય સ્થાનો પર 340 લોકોને સ્થળાંતરીય કરવામાં આવ્યા હતા…
આ વાવાઝોડાથી વાંકાનેર તાલુકામાં થયેલ નુકસાનની વાત કરીએ તો ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકામાં કુલ 3 વીજપોલને નુકસાન થયું હતું જ્યારે વાવાઝોડાથી 2 વૃક્ષો પડી ગયા હતા અને તાલુકાના કુલ 102 ગામોમાંથી 39 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાંથી 18 જેટલા ગામોમાં તાત્કાલીક અસરથી વીજ પુરવઠો પૂર્વરત કરી દેવાયો હતો. વાંકાનેર પાલિકા વિસ્તારમાં કુલ 2 આશ્રય સ્થાન પર 82 લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. આ સાથે જ વાંકાનેર વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 763 લોકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા…
માળીયા તાલુકામાં 13 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમાંથી 9 ગામોમાં તાત્કાલીક અસરથી વીજ પુરવઠો યથાવત કરાયો હતો. જ્યારે ટંકારા તાલુકામાં વાવાઝોડાની અસર નહીવત જોવા મળી હોવાથી કોઇપણ પ્રકારની નુકસાની થઇ નથી…
હળવદ તાલુકામાં વાવાઝોડાની અસરથી કોઇપણ પ્રકારની જાનમાલની નુકસાની નોંધાઇ નથી. જોકે 3 જેટલા વીજપોલને નુકસાન થયેલ હતું જે ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા હોઇ વીજ પુરવઠાને કોઇ અસર પહોંચી નહોતી….
સમગ્ર મોરબી જિલ્લાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f