સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેના કારણે ગુજરાતની જનતા નણ ભારે હાલાકીનો સામનો કરી રહી છે, ત્યારે બીજી લહેર શરૂ થતાં સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું હતું જેની સમય મર્યાદામાં વધારો કરતાં યાર્ડ આગામી તા. 21/05, શુક્રવાર સુધી બંધ રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે…..
કોરોના પરિસ્થિતિ વશ સમગ્ર મોરબી જિલ્લાના યાર્ડો બંધ હતા જેમાં તાજેતરમાં જ હળવદ યાર્ડ શરૂ કરવામાં આવ્યુ છે, ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ કોરોનાથી સુરક્ષાના કારણોસર છેલ્લા દોઢ મહિના કરતાં વધુ સમયથી યાર્ડની તમામ કામગીરી બંધ રાખવામાં આવી હતી જેમાં પરિસ્થિતિ મુજબ હજુ આગામી 21, મે શુક્રવાર સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને ત્યાર બાદ પરિસ્થિતિ મુજબ તા. 21/05ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે…
જેથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી અને નવા માલની ઉતરાઇ પણ બંધ હોય જેથી યાર્ડમાં ખેડૂતોએ નવો માલ પણ લાવવો નહીં તેવું યાર્ડના સેક્રેટરીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f