વાંકાનેર તાલુકાની શ્રી પંચાસીયા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી દ્વારા રૂ. 60,000 ની હિસાબી ગેરરીતિ આચરતા બાબતે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા મંડળીના પ્રમુખને અધિકૃત કરી કાયદેસરની કાર્યવાહી કરવા ફરમાન કરાયું હોય, પરંતુ પ્રમુખ દ્વારા મંત્રી સામે કોઈ કાર્યવાહી ન કરાતા આખરે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સિનિયર ક્લાર્ક દ્વારા મંડળીના પ્રમુખ તથા મંત્રી સામે નાણાકીય ગેરરીતિ તથા છેતરપિંડી મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની શ્રી પંચાસીયા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સમીરભાઇ હુસેનભાઇ માથકીયા દ્વારા વર્ષ 2020થી 2022 દરમિયાન પશુઓનું રાજદાણ બગડી ગયેલ હોય, જેની રૂ. 60,000ના ડુબત લેણા ફંડનો ખોટી રીતે હીસાબ તૈયાર કરી ઉચાપત કરી હોવાનું મોરબી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ધ્યાને આવતા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પ્રમુખ નજરૂદીન અમીભાઇ ખોરજીયાને અધિકૃત કરવામા આવેલ હોય, પરંતુ પ્રમુખ દ્વારા આજ સુધી મંત્રી સામે કોઈ કાર્યવાહી ન કરતા આ ગંભીર મામલે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સિનિયર ક્લાર્ક ભરતભાઇ બીજલભાઇ ડાંગર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી મંત્રી તથા પ્રમુખ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ 406, 420 અને 114 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf