વાંકાનેર શહેર નજીક વાંકાનેર-અમરસર વચ્ચે રેલ્વે ટ્રેક પર આજે સાંજના સમયે એક અજાણ્યા પુરૂષએ કોઈ અગમ્ય કારણોસર સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની જાણ થતાં વાંકાનેર રેલ્વે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે…

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર – અમરસર વચ્ચે આજે સાંજના ૪:૪૫ વાગ્યાની આસપાસ પસાર થતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતું મુકી એક અજાણ્યા 40 વર્ષની ઉંમરના હિન્દુ પુરુષે આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી, મૃતક જેને શરીરે કથાઇ કલરનો કાળી ચેક્સ વાળો આખી બાયનો શર્ટ તથા લાકડીયા કલરનું પેન્ટ પહેરેલ હોય તેની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે, જેથી મૃતકની કોઈને ઓળખ મળે તો રેલ્વે પોલીસના હેડ કો. કુલદીપસિંહ ઝાલાનો મો. ૯૧૭૩૫ ૫૫૫૩૮ પર સંપર્ક કરવા જણાવાયું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!