વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ પર એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રા. લી. નામનાં કારખાનામાં બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરતા એક શ્રમિક યુવાનનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ પર આવેલ એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાની ઓરડીમાં રહી મજૂરી કામ કરતા કિશનભાઇ નરાભાઈ બિલવાલ (ઉ.વ.૨૪) નામનો યુવાન કારખાનામાં બોઇલર વિભાગમાં કોલસા નાખવાનું કામ કરતો હોય, ત્યારે અકસ્માતે ક્ન્વેયર બેલ્ટમાં તેનો જમણો હાથ આવી જતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….