વાંકાનેરના મકતાનપર ગામની સીમમાં એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ એક શખ્સને 24 બોટવ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના એએસઆઇ ચમનભાઈ ચાવડા તથા કો. વિજયભાઈ ડાંગરને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં ફીડર પાસેના કાચા રસ્તે એક એક્ટીવા નં.‌ GJ 36 AE 6685 ના ચાલક ધનજીભાઈ નરશીભાઈ વિઠ્ઠલાપરા (રહે. હાલ થાનગઢ, મુળ. સિંધાવદર)ને 24 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 47,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ બી. પી. સોનારા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. ચમનભાઈ ચાવડા, કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, રવીભાઈ કલોત્રા, વિજયભાઈ ડાંગર તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf