વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતેથી રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાતાવીરડા ગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રંગેહાથ જુગાર રમતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાતાવીરડા ગામ ખાતે આવેલ આરોપી હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયાના રહેણાંક મકાનમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા, ૨). ચંદુભાઈ સોમાભાઈ ઉકેડીયા, ૩). મહેશભાઈ જીણાભાઇ મેરજીયા, ૪). બળદેવભાઈ હેમુભાઈ ઉકેડીયા અને ૫). દેવાભાઇ રામસંગભાઇ રીબડીયા (રહે. તમામ રાતાવીરડા)ને તીનપત્તીનો જુગાર રમતા રંગે હાથ રોકડ રકમ રૂ. 16,050 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ બી. પી. સોનારા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, એએસઆઇ ચમનભાઈ ચાવડા, પો. કો. હરિશ્ચન્દ્રસિંહ ઝાલા, રવિભાઈ કલોત્રા, વિજયભાઈ ડાંગર, સહદેવસિંહ રાઠોડ તેમજ લોકરક્ષક અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf