નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી જેવા પિવાના પાણીના વિતરણથી શહેરીજનો ત્રસ્ત….

વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી વાંકાનેર શહેરમાં ગટરના ગંદાં પાણીનું પીવાના પાણી તરીકે વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી શહેરના નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને સાથે જ શહેરમાં ગંભીર પાણીજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત ફેલાઇ છે, જેથી બાબતે કોઈ અનહોની ઘટના બને તે પુર્વે શોભાના ગાંઠિયા સમાન બનેલા નવા ફિલ્ટર પ્લાન્ટનો યોગ્ય ઉપયોગ કરી શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે….

બાબતે છેલ્લા લાંબા સમયથી વાંકાનેર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અનયમિત અને નાગરિકોને પિવા માટે આપતું પાણી એકદમ ગંદકી યુક્ત લાલ રંગનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો કચવાટ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, છતાં નીંભર પાલિકા તંત્ર લોકોની સમસ્યા દૂર કરવા જરા પણ તૈયાર નથી, ત્યારે હવે પ્રજાજનોની ધીરજનો અંત આવી ગયો છે હવે પાલિકા તંત્ર પ્રજાલક્ષી કામો સાથે ડહોળુ પાણી સત્વરે બંધ નહિ થાય તો આગામી સમયમાં પાલિકા સામે આંદોલન છેડવામાં આવશે તેવા પ્રત્યાઘાતો પડયા છે….

કેનાલની સાફ-સફાઈના કારણે ગંદાં પાણુનો પ્રશ્ન : ચીફ ઓફિસર

બાબતે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર શહેરને પાણી વિતરણ કરવામાં આવે છે, તે કેનાલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી નગરજનોને ડહોળુ પાણી આવે છે. જે પ્રશ્ન એકાદ બે દિવસમાં હલ થઇ જશે. બાબતે નગરપાલિકા દ્વારા સમય વર્તે સાવધાન બની અને શહેરના જીવનજરૂરી પાયાના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!