વાંકાનેરમાં એસીબીની સફળ ટ્રેપ, પાણી પુરવઠા બોર્ડના બે કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં….

0

વાંકાનેરના કાછીયાગાળા ગામે નર્મદા લાઇનમાં ગેરકાયદેસર પાણી કનેક્શન માટે ખેડૂત પાસેથી રૂ. 40,000 ની લાંચ લેતા બે શખ્સો ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામના સર્વે નંબરમાંથી પસાર થતી નર્મદાની પીવાનાં પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન બાબતે સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગની કચેરીમાં કરાર આધારિત નોકરી કરતા લાઈન મેન તથા લાઇન મેઈન્ટેનન્સ સુપરવાઈઝર સાથે મળીને રૂ. 40,000ની લાંચ માંગી હોય, જે રકમ સ્વીકારવા આવેલ બંને ઈસમોને મોરબી એસીબી ટીમે ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કાછીયાગાળા ગામે સર્વે નંબર ધરાવતા એક નાગરિકે એસીબીમાં ફરિયાદ આપી હતી કે, ફરિયાદી અને તેના મિત્રએ કાછીયાગાળા ગામના સર્વે નંબરમાંથી પસાર થતી ઢાંકી-સુરેન્દ્રનગરથી હડાળા-રાજકોટ જતી GWIL નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇન માંથી પાણીનું કનેક્શન લીધેલ હોય, જે આ કામના આરોપીઓએ આઠેક દિવસ પહેલા ફરીયાદીને બોલાવી પાણીના બંન્ને કનેકશન દુર કરાવી, આરોપીઓએ ફરીયાદીને કનેકશન બાબતે અવાર-નવાર રૂબરૂ બોલાવી અને કેસ કરવાની ધમકી આપી બન્નેને દશ-દશ લાખનો દંડ ફંટકારવા તથા જમીન ઉપર બોજો આવશે તેવી બીક બતાવી હતી…

જેમાં સુરેન્દ્રનગર પાણી પુરવઠામાં અગિયાર માસ કરાર આધારિત લાઇન મેન તરીકે નોકરી કરતા આરોપી સુમાર ઉર્ફે સમીર નુરમામદ જુણેજા (ઉ.વ. ૩૫, રહે હાલ ખેરવા તા. વાંકાનેર) અને ધરતી એન્જીનિયરીંગમાં મેન્ટેનન્સ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા આરોપી હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયા પટેલ (ઉ.વ. ૨૫, રહે. હાલ-કુવાડવા પાણી પુરવઠાના હેડ વર્ક્સના ક્વાર્ટરમાં, મુળ રહે. અમરેલી)એ મળીને કેસ નહિ કરવા ફરિયાદી પાસે રૂ.૧,૫૦,૦૦૦ની માંગણી કરી રકજકના અંતે એકના રૂ.૫૦,૦૦૦ લેખે બન્નેના રૂ. ૧,૦૦,૦૦૦ આપવાનુ કહી બાદ ફરીયાદીને આક્ષેપીત અવાર નવાર ફોન કરી બોલાવી ફરીયાદીના મિત્રનો પણ વહીવટ કરાવી દેવા દબાણ કરી ફરીયાદી પાસે લાંચની માંગણી કરી હતી. જેમાં ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે મોરબી એસીબીએ લાંચના છટકું ગોઠવ્યું હતું…

જેમાં રૂ. ૪૦,૦૦૦ ની લાંચની રકમ આપવા આરોપીઓ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે આવ્યા હોય, જ્યાં એસીબી ટીમે બંને ઇસમોને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા અને બંને આરોપીઓને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.. જે ટ્રેપ રાજકોટ એસીબીના મદદનીશ નિયામક વી. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ જે. એમ. આલ દ્વારા કરવામાં આવી હતી અને સફળ છટકું ગોઠવી બંને ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં ટીમને સફળતા પ્રાપ્ત થઇ છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf