કેન્દ્ર સરકાર દ્વારા આજથી જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાયો છે, જે ટ્રેનને વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પણ સ્ટોપેજ મળેલ હોય, ત્યારે આજે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સામાજિક તથા રાજકીય આગેવાનો અને વાંકાનેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…
વંદે ભારત ટ્રેનનું રાજકોટ ખાતેથી સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા પ્રસ્થાન કરાવેલ, જેમાં રાજકોટથી વાંકાનેર વંદે ભારત ટ્રેનમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયા તથા રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે મુસાફરી કરી હતી…
આ ટ્રેન આજે બપોરે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પહોંચતા જ તેનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિતના અગ્રણીઓ દ્વારા ટ્રેનને લીલીઝંડી આપી વાંકાનેર સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf