સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે, તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવાની પણ જાહેરાત કરી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થઈ રહી છે, પરંતુ આજે ગુજરાત બોર્ડનો નિર્ણય પણ આવી ગયો છે અને ધો.10 અને 12ની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે, જ્યારે ધો.1થી 9 અને 11માં માસ પ્રમોશન આપ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr