વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક હાઈવે પરથી વરના કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે જીનપરા જકાતનાકા નજીક હાઈવે પરથી પસાર થતી એક વરના કાર નં. GJ 3 CE 8615ને રોકી તલાશી લેતા તેમાંથી 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આરોપી રોહીતભાઈ દાનાભાઈ કાંજીયા અને વિજયભાઈ જીવાભાઈ સાંકળીયાને રૂ. 1.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીએ પોલીસને કબૂલાત આપી હતી કે, તેઓ આ દારૂની હેરાફેરી કરી વેચાણ કરવાના હોય અને તેમની સાથે ઢુવા ખાતે રહેતો આરોપી તોફીકભાઈ સંધી નામનો શખ્સ પણ સંડોવાયેલ હોય જેથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt