વાંકાનેર શહેર ખાતે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે દેશના સૈનિકોની રક્ષા માટે રાખડી મોકલવામાં આલી હતી. આ તકે આર્મી ઓફિસર સુબેદાર દેવેન્દ્રસિંહ તથા નિવૃત્ત આર્મી ઓફિસર કૃષ્ણસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા….

આ કાર્યક્રમમાં મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતી શીતલબેન શાહ દ્વારા શાબ્દિક અભિવાદન કરી આર્મી ઓફિસરને પ્રતીકરૂપે રાખડી બાંધવામાં આવી હતી. જે બાદ વિધાર્થિનીઓએ દેશભક્તિ ગીત ગાઈ કાર્ડ બનાવી રાખડીઓ આપી દેશની સરહદ પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ તકે ઉપસ્થિત આર્મી સુબેદારશ્રી તથા નિવૃત્ત આર્મી ઓફિસરે રાખડીઓ સ્વીકારી વિધાર્થિનીઓનો આભાર માની તેઓને સારામાં સારું શિક્ષણ મેળવી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની પ્રેરણા આપી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!