છેલ્લા થોડા દિવસોથી વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં યુરિયા ખાતરની તંગી હોવાનાં કારણે ખેડૂતો હેરાનપરેશાન થઈ રહ્યા છે, જેમાં પણ હાલ વરસાદના સમયે જ્યારે ખેડૂતોને યુરિયાની તાતી જરૂરિયાત હોય ત્યારે જ વાંકાનેર વિસ્તારમાં ખાતરનો પુરતો જથ્થો ન હોવાના કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે, ત્યારે ખેડૂતોના હિતની વાતો કરતી રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે ખાતરની કોઈ વ્યવસ્થા ન કરી શકતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે….
છેલ્લા થોડા દિવસોથી વાંકાનેર વિસ્તારમાં યુરીયા ખાતરનો જથ્થો શૂન્યતા ભર નહીવત હોય અને ગઇકાલે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતરનો નવો જથ્થો ઉપલબ્ધ થતાં સંઘમાં ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઇનો લાગી હતી, જેમાં માંગની સામે યુરિયા ખાતરનો જથ્થો નહિવત હોવાના કારણે સંઘ દ્વારા બધા ખેડૂતોને ખાતર મળી રહે તે માટે હાલ ખેડૂત દીઠ ત્રણ બેગ ખાતર આપવામાં આવી રહ્યું છે. જેથી બાબતે સરકાર દ્વારા તાત્કાલિક વાંકાનેર વિસ્તારમાં ખેડૂતોની માંગ મુજબ યોગ્ય યુરિયા ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1