વાંકાનેરના લક્ષ્મીપરામાં વર્ષોથી જર્જરિત નાલું મંજૂર કરી લોકાર્પણ કરતા તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર….

0

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં આર.ડી.સી. બેંક પાછળ રહેણાંક વિસ્તારમાં પાણીના નિકાલ પર બનાવવામાં આવેલ નાલું તૂટી ગયુ હોય અને બાબતે અનેક રજૂઆતો બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરતાં બાબતે સ્થાનિક લોકોએ વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરને રજૂઆત કરતા તેઓ દ્વારા તાત્કાલિક સરકારશ્રીમાં બાબતની જાણ કરી જર્જરિત નાલાના નવિનીકરણ માટે ગ્રાન્ટ મંજૂર કરાવી આવી હતી…

જે બાદ આ નાલાનું કામ પુર્ણ થતા ગઈકાલે સ્થાનિક લોકોએ તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેરના હસ્તે આ નાલાનું લોકાર્પણ કરાવી, સ્થાનિક લોકોની સમસ્યા હલ થતા નાગરિકોએ જીજ્ઞાશાબેનનું સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1