વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જેની સામે હોસ્પિટલો પણ હાઉસ ફુલ બની રહી છે ત્યારે કોઇ પણ કોરોના દર્દીઓ જેને શરીરમાં ઓક્સિજનની જરૂર હોય તેના માટે વાંકાનેર ગેલેક્સી પરિવાર દ્વારા કોન્સ્ટન્ટ્રેડ ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન અને ઓક્સિજન સિલિન્ડર(બોટલ)ની ફ્રીમાં વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે. જેથી કોઈપણ જરૂરીયાત મંદ દર્દીઓ જેને ઓક્સિજનની જરૂર હોય તે નીચેના નંબર પર સંપર્ક કરી આ સેવાનો લાભ લઇ શકે છે….
વાંકાનેર વિસ્તારમાંથી કોઈ પણ કોરોના દર્દી ઓક્સિજનની જરૂરીયાતથી વંચિત ન રહે તેવા હેતુથી ગેલેક્સી પરિવાર-વાંકાનેર દ્વારા નવ જેટલા કોન્સ્ટન્ટ્રેડ ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન અને દસ જેટલા ઓક્સિજન સિલિન્ડર (બોટલ)ની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મશીનથી શ્વાસ લેવામાં તકલીફ ભોગવતા કોરોના દર્દીઓને મશીન કૃત્રિમ રીતે ઓક્સિજન પુરો પાડે છે જેથી તેમને શ્વાસોચ્છવાસ તકલીફ ન પડે અને તેમને સમયસર યોગ્ય સારવાર મળી શકે….
વાંકાનેર ગેલેક્સી પરિવાર દ્વારા આવા જરૂરીયાત મંદ કોરોના દર્દીઓ માટે ફ્રીમાં આ મશીન અને સિલિન્ડરની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે, જેથી જેમને પણ આ મશીન કે ઓક્સિજન બોટલોની જરૂર હોય તે તાત્કાલિક નીચેના નંબર પર અથવા ગેલેક્સી પરિવાર-વાંકાનેરનો સંપર્ક કરે….
અબ્દુલભાઈ બાદી
લીયાકતભાઈ બાદી
મો. 82382 77777
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr