વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રક અઞે બાઇક અકસ્માતનાં બનાવમાં પરિવારના એકના એક યુવાન પુત્રનું નિધન થતાં વિમા કંપનીને વળતર ચુકવવા આદેશ….
વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર આવેલ સીરામીક ફેક્ટરીમાં કામ કરતા વાંકાનેર તાલુકાના અમરસર ગામના યુવાનનું રોડ અકસ્માતનાં મૃત્યુ થતાં બાબતે વિમા ક્લેઇમ કેસમાં કોર્ટ દ્વારા કંપનીને રૂ. 50,82,000નું જંગી વળતર ચુકવવામાં હુકમ કરવામાં આવ્યો છે…
બાબતે કેસની વિગત જોઈએ તો ગત તા.29/5/2016ના રોજ વાંકાનેર તાલુકાના અમરસર ગામના નરેશભાઈ ભગવાનજીભાઈ સીતાપરા નામના યુવાન પોતાનું બાઈક ચલાવીને વાંકાનેર નજીક મારૂતી ગોલ્ડ સીરામીક ફેક્ટરીમાં કામે જતા હોય ત્યારે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હોય ત્યારે પાછળતી આવતા ટ્રક નં. PB 30 K 9997ના ચાલકે નરેશભાઈ સીતાપરાને
હડફેટે લેતા પરીવારના એકના એક યુવાન પુત્રનું મોત થયું હતું. જે બનાવમાં મૃતકનાં વારસદારોએ વળતર મેળવવા માટે રાજકોટ કોર્ટમાં ક્લેઈમ કેસ દાખલ કરેલ હોય જે કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જતા બન્ને પક્ષોની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખી કોર્ટે મૃતકના પરિવારજનોને વળતર ચુકવવા હુકમ કર્યો છે…
આ કેસમાં વારસદારોના વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે ટ્રકના ડ્રાઈવરની 100 ટકા બેદરકારી માની હતી અને મૃતક યુવાનની રૂ. 15,600ની આવક ધ્યાનમાં રાખી રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એસ. વી. શર્માએ ગુજરનારની માતા, પીતા અને પત્ની તેમજ તેના સગીર પુત્રને ધ્યાનમાં લઈ વ્યાજ સહીતની કુલ રૂ. 50,82,000ની વળતર રકમ એક માસમાં મૃતકના પરિવારજનોને આપવા વિમા કંપની યુનાઈટેડ ઈન્ડિયા ઈસ્યોરન્સ કંપનીને હુકમ કર્યો હતો. આ કેસમાં મૃતકના વારસો વતી એડવોકેટ શ્યામ જે. ગોહીલ, વાંકાનેરનાં કપીલભાઈ ઉપાધ્યાય તથા હેલ્પીંગમાં ચીરાગ ઉપાધ્યાય રોકાયેલ હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1