મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ટંકારા શહેરના નગરનાકા નજીકથી રાજકોટ-મોરબી રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ પાવડરના જથ્થા સાથે મૂળ અમદાવાદ અને હાલ મોરબી રહેતા એક શખ્સને ઝડપી લીધો હતો, જેથી આ બનાવમાં રાજકોટના શખ્સનું નામ ખુલતાં પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એકટ અન્વયે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે, મૂળ અમદાવાદનો અને હાલ મોરબીની ત્રાજપર ચોકડી નજીક લક્ષ્મીનારાણય એપાર્ટમેન્ટમા રહેતો જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ ડ્રગના જથ્થા સાથે સીએનજી ઓટો રીક્ષા નંબર GJ 1 TB 3442 વાળીમાં બેસી રાજકોટ તરફથી મોરબી તરફ આવી રહ્યો છે. જેના આધારે પોલીસે ટંકારાના નગરનાકા નજીક વોચ ગોઠવી આરોપી જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિને 10.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો…
બાબતે આરોપીની પ્રાથમિક પુછપરછમાં રાજકોટના રવિન્દ્ર ઉર્ફે આશીષભાઇ જીતેન્દ્રભાઇ રાવલની આ ગુનામાં સંડોવણી ખુલતાં એસઓજી ટીમે નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન 10.20 ગ્રામ (કિંમત રૂ. 1,02,000), મોબાઇલ ફોન નંગ-2 (કિંમત રૂ. 10,000) તેમજ રોકડ રકમ રૂ. 1810 સહિત કુલ રૂ. 1,13,810નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
મોરબી એસઓજી ટીમની આ સફળ કામગીરીમાં પીઆઇ એમ. પી. પંડ્યા, પીએસઆઇ એમ. એસ. અંસારી, કે. આર. કેસરીયા, એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા, રસીકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, હેડ કો. જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
મોરબી જિલ્લા વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1