
વાંકાનેર તાલુકાના પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ગાંગીયાવદર ગામ નજીક બેઠા પુલ પરથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા તેમની પાસેથી બે બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેરના કાશીયાગાળાથી રાજસ્થળી તરફ જતા રોડ ઉપર ગાંગિયાવદર ગામના બેઠા પુલ પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા આરોપી મહિપત ભુપતભાઇ સરવૈયા અને ગોપાલ વિનુભાઈ મેટારીયા (રહે. બન્ને સરોડી, થાન) પાસેથી બે બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઇક અને વિદેશી દારૂ સહિત કુલ રૂ. 50,675નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

