ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023મા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે રાજ્યનું 64.62 ટકા પરિણામ જાહેર થયું છે, ધોરણ 12ના પરિણામમાં ટોપ ઉપર આવ્યા બાદ આજે ધોરણ 10ના પરિણામમાં મોરબી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં 75.42 ટકા પરિણામ સાથે બીજુ સ્થાને મેળવ્યુ છે…
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે માર્ચ 2023મા લેવાયેલ ધોરણ 10ના પરિણામ જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યનું સરેરાશ 62.64 ટકા પરિણામ જાહેર થયું છે, જે ગતવર્ષની તુલનાએ એક ટકા ઓછું છે. આજે જાહેર થયેલ ધોરણ 10ના પરિણામોમાં સુરત જિલ્લો 76.45 ટકા સાથે ટોપ ઉપર રહ્યો છે, જ્યારે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ કઠોર મહેનત કરી જિલ્લાનું સરેરાશ પરિણામ 75.42 ટકા લાવતા સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો બીજા નંબરે આવ્યો છે…
મોરબી જિલ્લાના તમામ કેન્દ્રોમાં વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ કેન્દ્રનું 83 ટકાથી વધુ પરિણામ આવતા સમગ્ર જિલ્લાના પીપળીયા રાજ કેન્દ્ર ટોપ ઉપર રહ્યું છે. મોરબી જિલ્લામા 184 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં, 1093 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડમાં અને 1821 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ મેળવતા જિલ્લાના વિદ્યાર્થીઓમા ખુશીની લહેર દોડી ઉઠી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC