વાંકાનેરના ચકચારી દુષ્કર્મ કેસમાં મોરબી સ્પેશ્યલ પોકસો અદાલતે ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરી ખોટા પુરાવાઓ ઉભા કરવા સબબ પીડિતાના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા હુકમ કરી ભોગ બનનારને ગુજરાત સરકાર દ્વારા ચૂકવાયેલ 3.75 લાખનું કંપેશેશન પણ પરત લેવા હુકમ કર્યો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી વિપુલે લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતાં ફરિયાદીના જેઠાણીના મકાનની અગાસી પર બે વખત જાતીય પ્રવેશ કરી હુમલો કરી તેના મિત્ર આરોપી હાર્દિકને વાત કરતા હાર્દિકે પણ વિપુલ સાથે આડો સંબંધ છે, જેની બધાને જાણ કરી દઈશ કહીને ધમકી આપી ભોગ બનનારને ચોટીલા ફરવા આવવા દબાણ કરી ચોટીલા લઇ ગયો હતો, જ્યાં આરોપી તુષારએ ભોગ બનનાર સગીર વયના છે,

તેવું જાણવા છતાં ભોગ બનનારના ખોળામાં હાર્દિક માથું રાખી સુતો હોય તેવો વિડીયો ઉતારી લીધા બાદ વિપુલના મોબાઈલ ફોનમાં મોકલી પ્રસિદ્ધ કરાવી આરોપી હાર્દિકે ચંદ્રપુર ગામની સીમમાં જાતીય હુમલો કરી આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી હતી, જે બનાવ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઇ કોળી, હાર્દિક પ્રફુલભાઈ સુથાર અને તુષાર રમેશભાઈ કોલીની ધરપકડ કરી હતી..

જે કેસમાં આરોપી વિપુલ અને હાર્દિક તરફે મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા, જ્યારે આરોપી તુષાર કોળી વતી દુર્ગેશ ધનકાણી રોકાયેલ હતા, જે કેસમાં ફરિયાદી પક્ષે તમામ પુરાવા રજુ કર્યા હોય જેના અંતે આરોપીના વકીલે દલીલો કરી હતી, જેમાં ફરિયાદી ભોગ બનનાર અને અન્ય સાહેદો પંચો વગેરેની જુબાનીમાં અનેક વિરોધાભાષી તત્વો સામે આવેલ છે. સમગ્ર પુરાવા દરમિયાન સરકાર પક્ષે આરોપીને સજા થાય તેવો કોઈ પુરાવો રજુ કરવામાં નિષ્ફળ રહેલ છે.

બચાવ પક્ષે આરોપીઓએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલિત થતા ના હોય ત્યારે આરોપીને નિર્દોષ છડો મુકવા જોઈએ કોર્ટે ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ સમાજમાં જો નિર્દોષને સજા થાય તો સમગ્ર સમાજ પર તેની વિપરીત અને ગંભીર અસર પડે છે ભોગ બનનાર કોઈની દીકરી હોય તેમ આરોપી પણ માતાપિતાના સંતાન હોય છે ભોગ બનનાર કારખાનામાં કામ કરે છે જ્યાં ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિને કામે રાખવામાં આવે છે તેમજ વિવિધ કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા…

જે દલીલોના અંતે પોક્સો કોર્ટ મોરબી દ્વારા આરોપી ૧). વિપુલ ઉર્ફે લાલો ચકાભાઇ વાટુકીયા, ૨). હાર્દિક પ્રફુલભાઈ ધનસરા, ૩). તુષાર રમેશભાઈ ધોરીયાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) એચ.આઈ.એન. ૧૧૪ તથા જાતીય ગુણોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૩ (એ). ૪, ૧૧ (૫), ૧૨,૧૬,૧૭ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬-ઈ, ૬૭ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે….

વધુમાં નિયમ ૩૩ (૮) મુજબ જાતીય ગુણોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ તેમજ સંબંધિત સહાય અંગેની જોગવાઈ અંગે ગુજરાત વિકટીમ કમ્પેનસેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર પક્ષના વળતર/સહાય મેળવવા હક્કદાર ન હોવાનું ઠરાવવામાં આવેલ છે, ભોગ બનનાર અને તેના માતા પાસેથી ગુજરાત ભોગ બનનાર વળતર યોજના ૨૦૧૯ ના નિયમ ૧૪ મુજબ રૂ ૩,૩૭,૫૦૦ વળતરની રકમ પરત મેળવવાની કાર્યવાહી કરવાનો અને તે સંદભે જાણ કરતી નોટીસ કરવા હુકમ કરવામાં આવ્યો છે. તેમજ વધુમાં ભોગ બનનાર અને તેણીના માતા વિરુદ્ધ સોગંધ પર ન્યાયિક કાર્યવાહીમાં ખોટો પુરાવો રજુ કરી, તેવો પુરાવો ન્યાયિક કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાશે જે આરોપીને બચાવવા અને તેવા ઈરાદે રજુ કરેલ હોય તે અંગે ભોગ બનનાર અને ભોગ બનનારના માતા વિરુદ્ધ ઇન્ક્વાયરી રજીસ્ટર નોંધી આગળની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે..

જે કેસમાં આરોપી ૧ અને ૨ તરફે સીનીયર એડવોકેટ દિલીપ અગેચણીયા, જીતેન ડી અગેચણીયા, જે ડી સોલંકી, હિતેષ પરમાર, રવિ ડી ચાવડા, મોનિકાબેન ગોલતર તેમજ આરોપી નંબર ૦૩ તરફે દુર્ગેશભાઈ ધનકાણી રોકાયેલ હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!