પ્રેમ પ્રકરણ મામલે સગી પત્ની, સાળા અને સસરાએ મળી યુવાનની હત્યા કરી નાખી….!

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના વતની યુવાનની ચોટીલ નજીક હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ચોટીલાના પોપટપરા પાછળના ભાગે મનહર પાર્ક નજીક વાંકાનેરના રાતીદેવળી ગામના દેવરાજ બાબુભાઈ વિકાણી (ઉ‌.વ‌. 28) નામના યુવાનની પ્રેમ સંબંધમાં સગી પત્ની, બે સાળા અને સસરાએ મળી હત્યા કરી નાખી હતી, જેથી આ બનાવમાં પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતા દેવકરણભાઈ ઉર્ફ દેવરાજ બાબુભાઈ વિકાણી(ઉ.વ. ૨૮) નામના યુવાનની ચોટીલાના પોપટપરા વિસ્તાર પાછળ મનહર પાર્ક પાસે હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી, જેથી પોલીસે આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો…

જેમાં મૃતક યુવાનના લગ્ન ૧૨ વર્ષ પહેલાં ચોટીલાનાં સણોસરા ગામે થયેલ હોય અને તેને સંતાનમાં ત્રણ દિકરા હોય પરંતુ મૃતકને તેના પાટલા સાસુની દિકરી કાજલ સાથે પ્રેમ સંબંધ હોય જેથી તેની પત્ની પિતા સાથે પિયરમાં રહેતી હોય અને છેલ્લા ચાર મહિનાથી મૃતક તથા તેની પ્રેમિકા સાથે રહેતા હોય જેમાં ગત તા. ૧૫ ના રોજ મૃતક પ્રેમીકા કાજલને ચોટીલા ખાતે પાટલા સાસુની ઘરે મુકવા જતા રસ્તામાં જ તેની પત્ની પુરીબેન દેવકરણભાઈ, બે સાળા રઘુભાઈ વજાભાઈ તલસાણીયા તથા

જાદવભાઈ વજાભાઈ તલસાણીયા અને સસરા વજાભાઈ અમરશીભાઈ તલસાણીયાએ બંનેને રોકી અને દેવકરણભાઈ પર લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી બેફામ માર મારતાં તેનું મોત થયું હતું, જેથી પોલીસે આ બનાવમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 302, 504, 5064(2), 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!