વાંકાનેર તાલુકાના દલડી અને કાછીયાગાળા ગામ વચ્ચે પસાર થતા એક ડબલ સવારી બાઇકને સામેથી આવતા આઇસર ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામના યુવાનનું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અજયભાઈ અશોકભાઈ ગોરીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.7ના રોજ તેઓ તેમના મામાના દીકરાના તરણેતર ખાતે લગ્ન હોય જેથી તેઓ માસીના દીકરા વિજયભાઈ મનસુખભાઇ ધરજીયા(રહે. જોધપર-ખારી, તા. વાંકાનેર) સાથે બાઇકમાં બેસીને વાંકાનેરથી તરણેતર તરફ જઇ રહ્યા હોય ત્યારે દલડી અને કાછીયાગાળા ગામ વચ્ચે સામેથી આવતા આઇસર ટ્રક નંબર GJ 06 BV 3579 ના ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,
જેમાં વિજયભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતુ, જ્યારે અજયભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી સારવાર બાદ તેઓએ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU