વાંકાનેર શહેર નજીક‌ આવેલ એસ્સાર પેટ્રોલ પંપ નજીકથી પોતાના બાઇક પર પસાર થઇ રહેલા એક યુવાનને રસ્તામાં જ આંતરી બે શખ્સોએ બાઇક આડું નાખી યુવાનને ઉભો રાખી ‘ મારી રિક્ષાના ફોટા કેમ પાડ્યા ? ‘ કહી તેના પર ધોકા વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં યુવાન બે શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાંકીયા ગામ ખાતે રહેતા સરાફુદ્દીનભાઈ હાજીભાઈ માથકીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત તા. ૦૭ ના રોજ રાત્રીના 12 વાગ્યાની આસપાસ બઇક લઇને વાંકાનેરથી પોતાના ઘરે વાંકીયા તરફ જઇ રહ્યા હોય દરમ્યાન જડેશ્વર રોડ પર એસ્સારના પેટ્રોલ પંપ પાસે પહોંચતા પાછળથી આરોપી અકબરભાઈ મુસાભાઈ ફકીર (રહે. સીટી સ્ટેશન રોડ, વાંકાનેર) અને એક અજાણ્યો શખ્સ બાઇક પર આવી તેમને ગાળો આપી, બાઇક ઉભું રખાવી ‘ તે મારી રિક્ષાના ફોટા કેમ પાડ્યા ? ‘ કહી લાકડાં ધોકા વડે યુવાન પર હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવમાં યુવાને બંને આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!