વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ ઉપરથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે પસાર થતી એક સ્વિફ્ટ કારને રોકી તલાશી લેતા તેમાંથી 84 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે કાર ચાલક સહિત કુલ બે શખ્સોને રૂ. 3.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર આવેલ આકાશ ગોલા સામે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી બાતમી વાળી સ્વિફ્ટ કાર નં. GJ 7 AA 2032ને રોકી તલાશી લેતા તેમાંથી રોયલ ચેલેન્જ ફાયન વ્હિસ્કીની 60 બોટલ તથા ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હિસ્કીની 24 બોટલ સહિત કુલ 84 બોટલ જેની કિ. રૂ. 45,600 મળી આવી હતી…

આ બનાવમાં પોલીસે સ્થળ પરથી કાર અને વિદેશી દારૂ સહિત કુલ રૂ. 3,45,600 ના મુદ્દામાલ સાથે આરોપી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પ્રદિપસિંહ અનોપસિંહ વાઘેલા(ઉ.વ. ૩૭, ચણોલ મોટી, પડધરી) અને જયરાજસિંહ ઉર્ફે પિન્ટુ બળવંતસિંહ જાડેજા (ઉ.વ. ૨૨, ચણોલ મોટી, તા. પડધરી) ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!