વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપ થયેલ લુંટ-ધાડના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમ અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ગાંધીનગર પાસેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કો. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા કો. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાકાંનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપ પર ૧૧ વર્ષ પહેલાં થયેલ ધાડ-લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી,

બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગી (રહે. વાગવા તા.રાણાપુર જી.જાંબુઆ એમ.પી) વાળો ગાંધીનગર ખાતે હોય જેના આધારે પોલીસ ટીમે ગાંધીનગરના પાલજ ગામની પાસે આવેલ નાયપર ફાર્મા નવી બનતી કંપની ખાતેથી ફરાર આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!