મોરબી જિલ્લામાં કુલ 303 ગ્રામ પંચાયતોમાંથી 71 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર : હવે કુલ 232 ગ્રામ પંચાયતો માટે ચુંટણી યોજાશે…
મોરબી જીલ્લામાં કુલ 303 ગ્રામ પંચાયતો માટે ચુંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જેમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પુરો થતા જીલ્લામાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. મોરબી જીલ્લામાં 303 ગ્રામ પંચાયતોમાંથી 71 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થતા હવે કુલ 232 ગ્રામ પંચાયતો માટે ચુંટણી યોજાશે જેમાં સરપંચ પદ માટે 925 અને સભ્યો માટે 3880 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે…
મોરબી જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી માટે 937 સરપંચ અને 3950 સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન સરપંચના 12 અને સભ્યના 70 ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા જેથી હવે ચુંટણી જંગમાં સરપંચ માટે 925 અને સભ્ય માટે 3880 મુરતિયા વચ્ચે જંગ જામશે….
મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં બીન હરીફ થયેલ ગ્રામ પંચાયતો…
મોરબી જીલ્લામાં 383 ગ્રામ પંચાયત પૈકી પાંચ તાલુકામાંથી કુલ 71 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે જેમાં મોરબી તાલુકાની 81 માંથી 22, ટંકારા તાલુકાની 42 માંથી 10, હળવદ તાલુકાની 62 માંથી 13, વાંકાનેર તાલુકાની 83 માંથી 16 અને માળિયા તાલુકાની 35 માંથી 10 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઇ છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT