વાંકાનેર શહેર ખાતે આજરોજ મરઘાં ટ્રેડર્સ એસોસિએશન દ્વારા દિનપ્રતિદિન વધતા જતા મકાઈ અને સોયાના ભાવોને તાત્કાલિક સરકાર દ્વારા પગલાં ભરી નિયંત્રણમાં લેવા બાબતે વાંકાનેર ડેપ્યુટી કલેક્ટર મારફતે સરકારશ્રી ને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં એસોસિયેશનના તમામ સભ્યો હાજર રહ્યા હતા…

વર્તમાન સમયમાં પોલ્ટ્રી ઉદ્યોગ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે જેમાં હાલ મરઘા ઉછેર માટે મહત્વના ખોરાક મકાઈ અને સોયા બંનેના ભાવો એકદમ ઉચ્ચ સ્તરે છે જેના ભાવોમાં દિનપ્રતિદિન અનિયંત્રિત રીતે વધારો થઇ રહ્યો છે. જેથી વર્તમાન સમયમાં પોલ્ટ્રી ઉદ્યોગને પડતી સમસ્યા બાબતે આજે વાંકાનેર પોલ્ટ્રી/મરઘા ટ્રેડર્સ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાંકાનેર ડેપ્યુટી કલેક્ટર મારફતે આવેદનપત્ર અપી તાત્કાલિક બાબતે ઘટતું કરવા રજુઆત કરવામાં આવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!