વાંકાનેર શહેર ખાતે આવતી કાલ તા. 26/ 11/ 2021ના રોજ હજરત ખ્વાજા ગરીબ નવાજ ક્રિએટિવ યંગ ગ્રુપ ઓફ વાંકાનેર આયોજિત છઠ્ઠા સુન્ની મુસ્લિમ સમાજના સમુહ લગ્ન યોજાશે. જેમાં કુલ 11 દુલ્હા-દુલ્હન લગ્નગ્રંથિથી જોડાશે…
વાંકાનેર શહેર ખાતે આવેલ હજરત મીરૂમીયા બાવાની દરગાહના ગ્રાઉન્ડમાં યોજાનાર આ સમૂહ લગ્નમાં અધ્યક્ષ તરીકે અલ્હાજ સૈયદ ખુર્શીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીરસાહેબ(પુર્વ ધારાસભ્ય) તેમજ અતિથિ વિશેષ તરીકે ઈરફાન પીરઝાદા હાજર રહેશે અને નવ યુગલોને સફળ લગ્નજીવનના આશીર્વાદ આપશે…
દાતાઓના સહયોગથી હજરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ દ્વારા આયોજિત આ સમુહ લગ્નમાં જોડાનાર 11 દુલ્હનોને કરિયાવરમાં 134 જેટલી વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવશે…
સત્કાર સમારંભ : તા. 26/12/21, રવિવાર સાંજે 4:30 કલાકે…
નિકાહ ખ્વાની : તા. 26/12/21, રવિવાર સાંજ અસરની નમાઝ બાદ…
જમણવાર : તા. 26/12/21, રવિવાર સાંજે 7 કલાકે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb