સ્વાતંત્ર્ય સેનાની તથા પૂર્વ ધારાસભ્ય ડૉ. એ. કે. પીરઝાદાના પૌત્ર, મોમીન સમાજના ધર્મગુરૂ તથા પૂર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર પીરઝાદા (મીરસાહેબ)ના પુત્ર અને વર્તમાન ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના ભત્રીજા, વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેન તથા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ કોર્ડીનેટર શકીલ પીરઝાદાનો આજે જન્મદિવસ છે. જેઓ આજે પોતાના જીવનના 41 વર્ષ પૂર્ણ કરી 42માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે…

તેઓ વ્યવસાયે વકીલ અને M.B.A., LL.B.ની ડિગ્રી ધરાવતા હોય તેમજ સૂફી ઇસ્લામિક પરંપરાના અનુયાયી શકીલ પીરઝાદા પોતાના પિતાની જેમ ભારતીય સંસ્કૃતિ અને ઇસ્લામિક ઇતિહાસનું ઊંડું જ્ઞાન ધરાવે છે. લોકસેવાને વરેલા અને રાજકારણ સાથે જોડાયેલા વાંકાનેરના પીરઝાદા પરિવારની પરંપરા પ્રમાણે તેઓ પણ વિવિધ શૈક્ષણિક, સ્વાસ્થ્ય અને ગ્રાહક સુરક્ષાને લગતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે…

શકીલ પીરઝાદા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ખુબ જ સારી અને ખેડૂત હિતની શાસન વ્યવસ્થા આપવામાં સફળ રહ્યા હોય તેમજ સક્રિય રાજકારણમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત તમામ નાગરિકોના પ્રશ્નોને યોગ્ય વાચા આપતાં હોય સાથે જ તેઓ પોતાના મળતાવડા સ્વભાવના કારણે બહોળું મિત્ર-વર્તુળ તેમજ ચાહક વર્ગ ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા નેતા અને એડવોકેટ શકીલ પીરઝાદાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

 

error: Content is protected !!