ચુંટણીના વેર-ઝેરને ભુલી ચુંટણીમાં હારેલા ઉમેદવારે સ્નેહ મિલન સમારોહ યોજી ગામના વિકાસને પ્રાથમિકતા આપતા અનોખી પહેલ કરી….
ગ્રામ પંચાયતથી માંડી સંસદ સુધી યોજાતી ચુંટણીઓના પરિણામ બાદ બંને પક્ષો/ઉમેદવારો વચ્ચે હંમેશા વેર-ઝેર જોવા મળતું હોય છે ત્યારે આ રાજકારણની તિવ્ર હરિફાઈ વચ્ચે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના પરાજીત ઉમેદવારે અનોખી પહેલ કરી છે. જેમાં તાજેતરમાં જ સરપંચ પદ માટે યોજાયેલી આ ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામો બાદ હાર ભુલી પરાજીત ઉમેદવારે સ્નેહ મિલન સમારોહ યોજી ગામના વિકાસને પ્રાથમિકતા આપવાની જવાબદારી સાથે પ્રતિજ્ઞા લીધી હતી….
બાબતે સિંધાવદર ગામ ખાતે તાજેતરમાં જ સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં સુફીયાબાનું મોહમદલતીફ પરાસરા (IMP) અને અફસાના તોફીકઅહેમદ પરાસરા(ગેલેક્સી)એમ બે ઉમેદવારોએ સામસામે ફોર્મ ભરી તિવ્ર હરિફાઈ વચ્ચે ચુંટણી લડી હતી જેમાં ચુંટણીના પરીણામ બાદ પરાજીત ઉમેદવારે પોતાના ગામના વિકાસને પ્રાથમિકતા આપવાની અનોખી પહેલ કરી હતી….
આ પહેલ અંતર્ગત તેમણે એક સ્નેહ મિલન સમારોહ યોજી ચુંટણીના રાજકીય વેરઝેરને ભુલી પોતાના ગામના વિકાસને પ્રાથમિકતા આપવાની જવાબદારી લીધી હતી. સાથે જ આગામી સમયમાં પણ વિજેતા ઉમેદવારને સંપૂર્ણ સહયોગ આપી પોતાના ગામનો વિકાસ કરવા તત્પરતા દર્શાવી હતી. જેમાં બંને પક્ષોના સહયોગી કાર્યકરો હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb