સરકાર દ્વારા બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા પર રૂ. 45,000 સુધીની સહાય કરશે : અરજદારે આગામી તા. 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે…

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP ) ની ખરીદી કરવા માટે સરકાર દ્વારા રૂ. 45,000/- સુધીની સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે. જેથી આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે આગામી તા.30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે…

મોરબી જિલ્લાના બાગાયતી ખેડુતોએ ૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓ નાં ક્રમ નંબર:- 17 પર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ,

બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલા સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજુ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!